Pages

Friday 27 November 2015

દરેક વિસ્તારમાં આબોહવા

દરેક વિસ્તારમાં આબોહવા અનુસાર તહેવારો ,ઉત્સવો ,ખાણીપીણી, અને પહેરવાસ પ્રયોગમાં લેવા આવતા હોય છે!! ઓરિસ્સા માં વાતાવરણમાં ૭૦% ભેજ ને કારણે અહી ના ટૂંકા પહેરવેશ ને વધારે માન્યતા આપાય છે. દિવાળી પછી તહેવારોની મોસમ લગાતાર ચાલુ જ રહે છે!
ગુજરાતી વિક્રમ સંવત અને ઓરિયા કેલેન્ડર વચ્ચે ૧૫ દિવસનો ગાળો રહે છે!! આપણે ત્યાં ગુજરાત માં આસો વદ ૧ ચાલુ થાય એટલે ઓરિસ્સા નો કાર્તિક વદ ૧ ચાલુ થાય! આપણે પહેલા અજ્વાળિયું(સુદ) આવે, અહી પહેલા અંધારિયું!!! એ હિસાબે ૨૫/૧૧/ બુધવાર ના કાર્તિકપૂર્ણિમા અને કાર્તિક માસની પૂર્ણ હુતી, આજે મહા વદ 2 છે!
સમગ્ર કાર્તિક માસ દરમ્યાન ચુસ્ત ઓરિયા ધર્મ પાળતા મોટા ભાગ ના લોકો ઉપવાસ દરમ્યાન લશણ, ડુંગળી વિના ના શાકાહારી વ્યંજનો ખાઈ દેવી દેવતાઓ નું પૂજન કરે છે.ઓરિયા લોકો મોટે ભાગે માંસાહારી જ હોય છે. કાર્તિક માસ દરમ્યાન માંસાહાર નો ત્યાગ એટલે કે "છાડ" કરે છે.
મહાવદ ૧ ના દિવસે પોતાના પ્રિય માંસાહારી વ્યંજનોને એક મહિના ના ત્યાગ પછી ખાવા નો ઉત્સવ એટલે "છાડ ખાઈ"!! જો મહાવદ ૧ ના દિવસે ગુરુવાર જે લક્ષ્મી જી નો વાર માનવા આવે છે અથવા સોમવાર જે શિવજી નો વાર ગણવા આવતો હોવા થી ત્યારપછી નાદિવસે "છાડ ખાઈ" મનાવ્વવા માં આવે છે! આજે શુક્રવાર હોવાથી મટન, ચીકન, અને મચ્છી માર્કેટ માં અપાર ભીડ જોવા મળી રહી છે!!
માંસ, મટન ખાવા છતાં અહીના લોકો ચુસ્ત હિંદુ છે! માનવતા ની અનેક મીશાલો અહી જોવા મળે છે. શિક્ષણ નું સ્તર ખુબ જ ઉચ્ચ સ્તર નું છે! અસહિષ્ણુતા ની અસર અહી ઓછી વર્તાય છે!!

No comments:

Post a Comment