Pages

Sunday 20 March 2016

"નિશાન ચૂક માફ નહી માફ નીચું નિશાન"

વાચક મિત્રો,


                કેટલાય વર્ષોથી આપણે આ પંક્તિ સંભાળતા આવેએ છીએ. શાળાઓમાં લેવાતી પરીક્ષાઓમાં પણ રોકડા માર્ક્સ આપવતી આ પંક્તિનો વિચાર વિસ્તાર કરતા આવ્યા છીએ. આમ છતાં પણ આ પંક્તિ આપણે ખુદ આપણી લાઈફમાં કેટલી અનુભવી ? કોઈ આરંભેલા કાર્ય આ પંક્તિના રસ્તે કર્યા છે ? કર્યા છે તો કેટલા પર પડ્યા છે ?
             
આ બધી વિટંબણાઓ છોડીએ તો આ પંક્તિ જયારે અસ્તિત્વમાં પણ નોહતી આવી ત્યારે ઇતિહાસમાં પાણીની નામે એક બાળકે સાર્થક કરી હતી. પાણીની એક જ્યોતિષ પાસે જાય છે. અને જ્યોતિષને કહે છેકે  હે...! જ્યોતિષ મારા હાથમાં વિદ્યાની રેખા બતાવો ! મારે વિદ્યા લેવી છે...! પાણીની નો હાથ જોઇને જ્યોતિષ ઉતર આપે છે કે,"તારા હાથમાં તો વિદ્યાની રેખાજ નથી. તું ક્યારેય વિદ્યા નહી લઇ શકે." એ વખતે પાણીની ચપ્પું વડે પોતાના હાથમાં વિદ્યાની રેખા હોય ત્યાં ચીરો  પાડે છે અને કહે છે કે હવે તો વિદ્યા આવસેને ? એ પછી દુનિયા સાક્ષી છે કે એ જ પાણીની દુનિયાનો મહાન વ્યાકરણ શાસ્ત્રી બન્યો અને લઘુસિદ્ધાંત કૌમુદીની મહાન ભેટ આપી. મિત્રો ! જેને કઇક મેળવવુંજ છેને એના હાથમાં રેખાઓ ચિતરવાની જરૂર ન પડે એતો  કાર્ય કરને રેખાઓ ચીતરતી જાય ...!
             પણ આજે વાસ્તવિકતા એવી છેકે આવી પાનો ચડાવનારી પંક્તિઓના શબ્દો ફક્ત પુસ્તકોમાં જ જડાઈને રહી ગયા છે. એક બાળક હતો. એ નિશાન ટકવાની રમત રમી રહ્યા હતો, જ્યાં તીર લાગે ત્યાં કુંડાળું કરી દેતો અને રાજી થતો મારું નિશાન પેલા કુંડાળાની અંદરજ લાગ્યું...! પરંતુ મિત્રો, હકીકતમાં આ રમત આવી રીતે રમાય ? કેમ રમાય એ આપણને બધાને ખબર છે. આપની લાઈફમાં પણ આપણે કઈક આવીજ રમત રમી રહ્યા છીએ. કાર્યના અંતે જે પરિણામ આવે એનો સ્વીકાર કરી લઈએ છીએ. આનું કારણ પણ આટલુજ છે કે પેલા બાળકની જેમ આપણને આપણું નિશાન જ ખબર નથી હોતી. આપણી જીવનની સફર જ ઘેટા-બકરાં જેવી ગાડરિયા પ્રવાહની છે.
             આપણે એમજ માની લીધું છે કે આજ સુધી જે કઇ નથી થયું તે આવનારા સમયમાં પણ નહી થાય. અને એનું પરિણામ આપણી લાઈફ પેલા બાળકની રમત જેવી થઈ ગઈ છે. આજે આપના નીશાન નીચા શા માટે થતા જાય છે ? કારણ હું જ તમને આપી દઉં. આપણી શિક્ષણ પદ્ધતિ અને આપણી  બદલાયેલી માનસિકતા. પરીક્ષાની  કેવળ ગોખણપટ્ટી માંથી વિદ્યાર્થીને બહાર લાવીને જ્યાં સુધી રચનાત્મક અને મુલ્ય શિક્ષણ નહી આપવામાં આવે ત્યાં સુધી આપણી પરિસ્થીતી પેલા બાળક જેવીજ  રહેવાની છે.
            મિત્રો, આપના બધાના નિશાન અલગ અલગ છે, આપણી પસંદગી અલગ અલગ છે. અને આપણે આજ દિશામાં આગળ વધવાનું છે, ઉચી ઉડાન પામવાની છે. ભગવાનની દયા કહીએ કે જે કહીએ તે પણ બધાને એક રૂચી વાળા બનાવ્યા હોત તો ? કલ્પના નિરાતે કરજો પણ વાસ્તવિકતા એ છે કે આપણને જેમાં રસ પડે છે, જેમાં મજા આવે છે તેમજ આપને આગળ વધીએ છીએ. જો તમારી પસંદગી ક્ષેત્ર હશે તો તમે જરૂર તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો.
            પણ નીશાન વીંધવા હજુ એક તત્વ ખૂટે છે. અને તે છે ઝનુન. કઇક કરવાની, કઇક કરી છુટવાની અદમ્ય ઈચ્છા.મિત્રો, લક્ષ્ય પર પાડવા ઝનૂની બનવું હોય તો મહાભારતના કર્ણને આદર્શ તરીકે સ્વીકારવો અતિઉત્તમ રહેશે.
           સાથળની આરપારથી ભમરો નીકળી જાય છતાં પણ ગુરુ પાસેજ વિદ્યા લેવી છે આવી દ્રઢતા વાળો કર્ણ હસ્તિનાપુરની સભામાં જાય છે અને તેનું જાતિવાદને કરને આપમાન કરવામાં આવે છે. અને ત્યારે કર્ણ જે શબ્દો ઉચ્ચારે છે, "ક્યાં જન્મ લેવો એ મારા હાથની વાત નોહતી ! પરંતુ પરાક્રમ દેખાડવું મારા હાથની વાત છે."  મિત્રો, કર્ણ જેવું ઝ્નુંન જયારે આપણામાં આવશેને ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહી શકે. ઇતિહાસના પન્નાઓમાં આપણું નામ સોનેરી અક્ષરોમાં લખાઈ જશે.

બુસ્ટર- જે વિષયમાં રસ છે અને જે વિષય આવડે છે તેમાં નિષ્ણાત બનવા શિક્ષણનો મોટો હિસ્સો ફાળવો. દુનિયાની તમામ બાબતો ને સીખી લેવી તેમાં કોઈ માલ નથી.

                                                        -રાજ પેથાણી

No comments:

Post a Comment