Pages

Friday 6 May 2016

શું તમને એવું લાગે છે કે લોકો તમને પેઢી દર પેઢી યાદ રાખે......?

શું તમને એવું લાગે છે કે લોકો તમને પેઢી દર પેઢી યાદ રાખે......?


એવું તો આપણે શું કરીએ કે લોકો આપણને યાદ રાખે. આપણે એવું જરૂર કરી શકીએ કે જે કાર્ય કર્યા પછી લોકો તેનો બધીજ પ્રકારે સારામાં સારો લાભ લે. આપણને યાદ કરે. પરંતુ એવું કાર્ય કયું ? હા, એ કાર્ય છે આપણી સંસ્કૃતિના આધાર સ્તંભ સમા મંદિર નિર્માણનું. જેના દ્વારા લાખો ભાવિક ભક્તો મંદિરનો લાભ લઇ ને ચારિત્ર્યવાન સમાજ ઉભો કરી શકશે. મંદિરો શાંતિનું કેન્દ્ર છે. લોકોને સારા માર્ગે વાળવાનું શ્રેય આપણા ફાળે જશે. આજે વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આ કાર્ય કરી રહ્યા છે. જેના દ્વારા સમાજ કલ્યાણની વિવિધ ૧૬૩ કરતા પણ વધુ પ્રવૃતિઓ ચલાવામાં આવે છે. આપણે પણ આવા મંદિર નિર્માણના કાર્યમાં  જોડાઈએ. પરંતુ ના જોડાય શકીએ તો કાઈ નહિ. પરંતુ આવી પ્રવૃત્તિઓ નો અનાદર ના કરતા તેને પ્રોસ્તાહન આપીશું તો પણ આપણી સેવા થઈ જશે. લોકો આપણને યાદ કરશે. બાકી આજના  ઘરડા-ઘર ના જમાનામાં આપણને કોણ યાદ રાખશે.

No comments:

Post a Comment