Pages

Sunday 2 October 2016

ડો. વિક્રમ સારાભાઈ

જે માણસ ભારે કોલાહલ અને ઘોંઘાટ ની વચ્ચે પણ સંગીત સાંભળી શકે તે જરૂર મહાન બને છે.- ડો. વિક્રમ સારાભાઈ
(12 ઓગષ્ટ,2016)
        ~હિતેશ નરસિંગાણી

પાછલા 2-3 વર્ષ માં કોઇપણ દેશ ની અવકાશ સંશોધન કે કોઇપણ સાયન્સ રિસર્ચ સંસ્થા ન મેળવે એટલી સિદ્ધિ ઓ ભારત ની અવકાશ સંશોધન સંસ્થા એટલે ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-(ઇસરો) એ મેળવી છે.આજ ઇસરો ના સ્થાપક ડો. વિક્રમ સારાભાઈ નો આજે  જન્મ દીવસ  છે. 
સવાર નો ટીવી જોઉ છું આમના વિશે કાંઇ જોયું કે સાંભળ્યું નહીં નહીં કે ક્યાંય સોશિયલ મીડિયા માં,
એટ્લે થયુ થયુ ચાલો આપણે જાતે જ થોડા ખાંખાખોળા કરીએ અને કાંઇક વિશેષ જાણકારી મળે તો ટપકાવી એ....
તો ચાલો આજે યાદ કરીએ એ ગુજ્જુ ને  
ડો. વિક્રમ અંબાલાલ સારાભાઈ 
(12 ઓગષ્ટ 1919 થી 30 ડિસેમ્બર 1971)

નાનપણ માં સ્કુલ માં હતો તયારે એક પ્રસંગ ભણવામાં આવતો અરે પેલો ટપાલ વાળો જ યાર....
નાના વિક્રમ સારાભાઈ ના ઘરે એમનાં પીતાજી ના નામ ની ટપાલો આવતી હોય છે આ જોઇને આપણાં એ ગુજ્જુ બાળક વિક્રમ ને પણ થાય છે ઘર માં બધાં ના નામે ટપાલ આવે મારા નામે કેમ નહીં ..

 બસ નાનપણ થિ આવા કુતુહલ થાય એવો જીવ હોય તોજ ડો. વિક્રમ સારાભાઈ થવાય...
અમદાવાદ માં ગર્ભશ્રીમંત પરિવાર માં જન્મેલા વિક્રમ સારાભાઈ એ હાઇસ્કુલ સુધી નું શિક્ષણ અમદાવાદ માંજ પુરુ કર્યું હતુ અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા ત્યાં માત્ર 20 વર્ષ ની ઉંમરે સાયન્સ ગ્રેજ્યુએટ થયાં... અને પાછા ભારત આવ્યા.

તાજેતર માં ભારત સરકારે દેશ ની ટોપ 100 યુનિવર્સીટી નું લિસ્ટ બાર પાડ્યું એમાં ટોચ ની યુનિવર્સીટી એટ્લે બેંગ્લોર ની "ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ" ત્યાર ની પણ ભારત ની સર્વશ્રેષ્ઠ સંસ્થા ગણાતી જેમાં તેઓ જોડાયા અને ભારત નાં નોબલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક સી. વી. રામન ની નીચે રહી ને ફીઝીકસ ના પાઠ શીખ્યા ત્યાર બાદ ફરી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને કેમ્બ્રિજ યુનિવર્સીટી માંથી ફીઝીકસ માં પી.એચ.ડી. ની પદવી મેળવી. તો આ હતી વિક્રમ સારાભાઈ માંથી ડો. વિક્રમ સારાભાઈ બનવા સુધી ની ટૂંકી સફર.

આ એ સમય હતો જ્યારે દેશ ની અંદર આઝાદી ની લડાઈ પૂર જોશ માં ચાલુ હતી.અંગ્રેજો સત્તા પર હતા. ગુજરાતી ઉદ્યોગપતી નો દિકરો આવડો મોટો વૈજ્ઞાનિક બનશે એવું કોઇએ વિચાર્યું ય નહીં હોય....
માત્ર 28/29 વર્ષ ની ઉંમરે  એમણે વતન અમદાવાદ માં પી.આર.એલ ની સ્થાપના કરી બસ આતો શરૂઆત હતી ત્યાર પછી તો આ વૈજ્ઞાનિક ફીઝીકસ અને અવકાશ વિજ્ઞાન માં અનેક શોધ-સંશોધનો કર્યા પાકો આંકડો તો ખબર નથી (અને મને ગુગલ પર વિશ્વાસ નથી 😀) પોણો સો જેટલા અવકાશ ક્ષેત્રે રિસર્ચ પેપર એમણે રજુ કર્યા હતાં. અને ચાલીસ જેટલી વિજ્ઞાન નું શિક્ષણ આપતી અને વિજ્ઞાન સંશોધન માટે ની સંસ્થા ઓની સ્થાપના  પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમણે કરી હતી. શોધ સંશોધન તો શુ એ સમયે દેશ માં શિક્ષણ નું પ્રમાણ પણ  દશ-વીસ ટકા જેટલું જ હતું. ત્યાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ની શું વાત કરવી પરન્તુ એ સમયે ભારત માં વિજ્ઞાન ક્ષેત્રે સ્થાપેલી સંસ્થાઓએ એ ખોટ પુરી કરી.

ભારત ની પ્રથમ નંબર ની ને જો હું ખોટો ન હોઉં તો એશિયા ની બીજા નંબર ની મેનેજમેન્ટ નું શિક્ષણ આપતી અમદાવાદ ની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ(IIMA)  ની સ્થાપના માં તેઓ નિમિત્ત બન્યાં હતાં. 
 ભારત હજુ તો વિકાસ કોને કહેવાય એ ખબર નહોતી પ્રાથમિક સમસ્યા ઓ હજુ ઉકેલાઈ ન્હોતી એ સમય માં અવકાશ સંશોધન માટે તેમણે  વડાપ્રધાન નહેરુ ને રાજી કર્યા હતાં અને તેમણે ઇસરો ની સ્થાપના કરી અને તેનાં અધ્યક્ષ બન્યાં આ તેમની સૌથી મોટી સિદ્ધિ કહી શકાય...
ઇસરો ની વેબસાઇટ પર થિ તેમણે ઇસરો ની સ્થાપનાં વખતે કહેલા આ શબ્દો ...

"ऐसे कुछ लोग हैं जो विकासशील राष्ट्रों में अंतरिक्ष गतिविधियों की प्रासंगिकता पर सवाल उठाते हैं। हमारे सामने उद्देश्य की कोई अस्पष्टता नहीं है। हम चंद्रमा या ग्रहों की गवेषणा या मानव सहित अंतरिक्ष-उड़ानों में आर्थिक रूप से उन्नत राष्ट्रों के साथ प्रतिस्पर्धा की कोई कल्पना नहीं कर रहें हैं।" "लेकिन हम आश्वस्त हैं कि अगर हमें राष्ट्रीय स्तर पर, और राष्ट्रों के समुदाय में कोई सार्थक भूमिका निभानीहै, तो हमें मानव और समाज की वास्तविक समस्याओं के लिए उन्नत प्रौद्योगिकियों को लागू करने में किसी सेपीछे नहीं रहना चाहिए।"

પણ ડો. વિક્રમ સારાભાઈ એ જે કલ્પી પણ ન્હોતી એવી સિદ્ધિ ઓ આજે એક પછી એક ઇસરો સર કરી રહ્યુ છે. એ માટે ઇસરો નાં વૈજ્ઞાનિકો ને સલામ કરવા જ ઘટે.


એ સમય ના એવાજ ભારતીય  અણુવિજ્ઞાન ના પિતામહ ગણાતા ડો. હોમીભાભા નું આકસ્મિક અવસાન થતા  ભારત ના એટોમિક રિસર્ચ વિભાગ નાં વડા બનાવવા માં આવ્યાં.
ભારત સરકારે એમને પદ્મભૂષણ ણે પદ્મવિભૂષણ થી સન્માનિત કર્યા હતાં.
તેમનાં પત્ની મૃણાલિની સારા ભાઈ જેમનું હમણાં તાજેતર માંજ અવસાન થયુ તેઓ પણ  ભારતીય શાસ્ત્રીય નૃત્ય માં પદ્મશ્રી અને પદ્મભૂષણ થી સન્માનિત છે.
જેમ મોર ના ઈંડા ચીતરવા નો પડે એ રીતે જ તેમનાં સંતાનો મલ્લિકા સારાભાઈ અને કાર્તિકેય સારાભાઈ અનુક્રમે અલગ અલગ ક્ષેત્રો માં પદ્મવિ ભૂષણ અને પદ્મશ્રી થિ સન્માનિત છે.
જીનકો ભારત કા બચ્ચા બચ્ચા જનતા હૈ એવાં વૈજ્ઞાનિક ડો. અબ્દુલ કલામ પણ ડો. વિક્રમ સારાભાઈ  નીચે કામ કરવામાં પોતાનુ સૌભાગ્ય સમજતા .
તેમનાં જ પ્રયત્નો થકી ભારત એ 1975 માં પોતાનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશ માં તરતો મુક્યો હતો પરન્તુ આ જોવા માટે તેઓ હયાત ન હતાં. 
 પોતાનું આખું જીવન વિજ્ઞાન અને દેશ ને સમર્પિત કરનાર ડો. વિક્રમ સારાભાઈ નું ઇસ 1971 ની 30 મી ડિસેમ્બર નાં રોજ તેમનુ અવસાન થયુ.

#આવતા_જતાં#
માત્ર 52 વર્ષ નાં ટૂંકા જીવનકાળ માં આટલી સિદ્ધિ ઓ મેળવનાર વિશે જાણી ને છેલ્લે  રાજેશ ખન્ના ની આનંદ  નો આ ડાયલોગ તો યાદ કરવો જ પડે...
"જીંદગી બડી હૉની ચાહિયે લંબી નહીં બાબુ મૉશાય......"

~હિતેશ નરસિઁગાણી

No comments:

Post a Comment